જાનાર તો જાતા રહ્યા

August 1, 2011

જાનાર તો જાતા રહ્યા, સદગુણ એનાં સાંભરે,
લાકો લુંટાવો તોય એ મરનાર પાછા ના મળે…જાનાર તો
વૈભવ મળે, કીર્તિ મળે,લક્ષ્મી ગયેલી સાંપડે,
એ સૌ મળે આ જગતમાં, મરનાર પાછા ના મળે…જાનાર તો
મરનાર અગ્નિમાં બળે, જોનાર અગ્નિવીણ જલે,
રોયા કર્યેથી શું વળે, મરનાર પાછા ના મળે…જાનાર તો
વૈદ્યો, હકીમો, ડોક્ટરો,વિજ્ઞાનીઓ મોટા મળે,
ક્ષણ એક જીવન ના મળે,મરનાર પાછા ના મળે…જાનાર તો
રોનાર કોઇ રોશો ન બાપુ, નિયમ છે કુદરત તણો,
જોનાર સૌ જોતા રહે, મરનાર પાછા ના મળે….જાનાર તો

ભીતરનો ભેરૂ મારો…

August 1, 2011

ભીતરનો  ભેરૂ મારો, આતમો ખોવાણો રે
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાણો રે
હે…વાટે વિસામો લેતો જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ
એના રે વિના મારી કાયા છે પાંગળી ને,
નજર્યું છતાંયે મારી આંખું છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો ખોવાણો રે
હે…સરવરમાં તરતો કોઇએ જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ
તનડું રૂંધાયું મારું, મનડું રૂંધાયું ને,
તારા તૂટ્યાને અધવચ ભજન નંદવાયું રે,
કપરી આંધીમાં મારે દીવડો ઝડપાયો રે,
હે….આછો સળગતો કોઇએ જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ

મારું જીવન અંજલિ થાજો.

મે 23, 2011

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો.
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો…મારું જીવન અંજલિ થાજો. Read more »

ઓ કરુણાના કરનારા

મે 23, 2011

ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી.
મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા,
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા, Read more »

મુખડાની માયા લાગી રે

મે 23, 2011

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા,
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે, Read more »

માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,

મે 23, 2011

માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,
જગમાંથી જાણે પ્રભુતાએ પગ મૂક્યો…..કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો, Read more »

ભોળી રે ભરવાડણ

મે 23, 2011


ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી રે,
ગિરિવરધારીને ઉપાડી, મટુકીમાં ઘાલી રે…ભોળી રે ભરવાડણ Read more »

એકલા જવાના મનવા

મે 23, 2011

એકલા જવાના મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના…..એકલા જવાના મનવા Read more »

મારે મંદિરીયે આવો

મે 23, 2011

મારે મંદિરીયે આવો પ્રભુજી
ધૂપદીપનાં મંજીરાને મૃદંગનો નહીં સાથ,
તંબૂરાના તાર વિનાનું રણઝણતું દિલ આજ…મારે મંદિરીયે આવો Read more »

સંતાનને ભૂલશો નહીં

મે 23, 2011

ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં,
અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં.
સંતાનને ઘડવાની આજ્ઞા આપી તમને ઇશ્વરે,
સંતાનના ઘડતરમાં ખામી કદી રાખશો નહીં. Read more »

Follow

Get every new post delivered to your Inbox.