(પોંડીચેરી આશ્રમમાં આવેલી શ્રી અરવિંદ અને માતાજીની સમાધિ)
બાળકોનો કલરવ- બ્લોગ બનાવ્યા પછી મારી ઘણા વખતની ઇચ્છા હતી કે શક્ય તેટલા ભજનો, પ્રાર્થનાઓ,શ્લોકો, સંતવાણી,પ્રેરક પ્રસંગો જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરવા.જેથી ક્યાંય પણ જવાનું થાય અને વાંચવાની ઇચ્છા થાય તો તરત મળી શકે. વળી પરદેશ વસેલા કુટુંબનાં સભ્યોને પણ જો કાંઇ વાંચવાની ઇચ્છા થાય તો સરળતા રહે તે હેતુથી આ બ્લોગ બનાવ્યો.આ બ્લોગમાં મારું કશું જ મૌલિક નથી. વિવિધ સાહિત્યકારો, મહાનુભાવો,ભજનિકોની રચનાઓ છે.તેઓ સર્વેનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.આશા રાખું કે આપને તે ગમશે. આપને પણ કોઇ ભજન,પ્રાર્થના ખૂબ ગમતી હોય અને આ બ્લોગમાં ન મૂકેલી હોય તો જરૂર જણાવશો તેને ઉમેરી દઇશ.આપ આ બ્લોગ પર પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
–રાજેશ્વરી શુક્લ
