અસત્યો માંહેથી

સત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા;
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
-કવિ શ્રી ન્હાનાલાલ


મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા.
તું હીણો હું છું તો ,તુજ દરશનાં દાન દઈ જા.
પિતા પેલો આઘે,જગત વીંટતો સાગર વહે,
અને વેગે પાણી ,સકળ નદીના તે ગમ વહે.
વહો એવી રીતે, અમ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ મહાસાગર ભણી.
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઉચરું
કૃતિ ઈંદ્રિયોની, મુજ મન વિષે ભાવ જ સ્મરું.
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈ જ કરું,
ક્ષમા દ્રષ્ટે જો જો, તુજે ચરણમાં નાથજી ધરું.

Leave a Comment