
મંદિર તારું,વિશ્વ રુપાળું,
સુંદર સરજનહારા રે.
પલપલ તારા દરશન થાયે,
દેખે દેખણહારા રે.
નહીં પુજારી નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળા રે,
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ સારા રે.
મંદિરમાં તું ક્યાં છુપાયો,
શોધે બાળ અધીરાં રે
-જયંતિલાલ આચાર્ય
Posted by rajeshwari on July 18, 2008 at 11:41 am
Filed under: પ્રાર્થનાઓ  |
Tags: Add new tag  |
| Trackback URI