કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા
સત્સંગમાં વહેલેરા પધારજો રે
મથુરામાં જનમ્યાને ગોકુળમાં ઉછર્યા
દ્વારકાના રણછોડ વહેલા આવજો રે
દેવકીના જનમ્યાને જશોદાના જાયા
નંદના દુલારા વહેલા આવજો રે
અક્રૂરના ભત્રીજને કંસના ભાણેજ
બળભદ્રના વીરા વહેલા આવજો રે
સુભદ્રાના વીરાને અર્જુનના સાળા
રાધાના પ્યારા વહેલા આવજો રે
મધદરિયે નાવ મારી ડુબવાને લાગે
બાવડું પકડવા વહેલા આવ્જો રે
કૃષ્ણ કનૈયા મારી આંખોના તારા
સત્સંગમાં વહેલેરા પધારજો રે
