મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે
દીન ક્રુરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું
ચન્દ્રપ્રભુની ધર્મભાવના હૈયે સહુ માનવ રાખે
વેરઝેરનાં પાપ ત્યજીને મંગળ ગીતો તે ગાવે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

આંટી .. એક એકથી સુંદર ભજનો- પ્રાર્થનાઓ નો સંગ્રહ કરેલ છે .. અભિનંદન .!