વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

પહેલું વંદન માતપિતાને,

બીજું વંદન ગુરુજી તમને.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

ત્રીજું વંદન આદ્યશક્તિને,

ચોથું વંદન ઉમાપતિને.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

પાંચમું વંદન પુરુષોત્તમને,

આશિષ આપો સર્વ સુખ અમને

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

ભક્તજનોને સુખી કરો છો,

મનના સઘળા મેલ હરો છો.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

જ્ઞાન હ્રદયમાં આપ ભરો છો,

શાંતિ આપો છો સહુના દિલને.

વંદન કરીએ શ્રી પ્રભુ તમને,

One Comment

  1. Again on your Site & read the PRATHANA…..Inviting you to my Blog CHANDRAPUKAR .
    http://www.chandrapukar.wordpress.com See you there !


RSS Feed for this entry

Leave a Comment