વૈષ્નવ જન તો તેને રે કહીએ,
જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે,
મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કે ની રે.
વાચ કા મન નિશ્ચલ રાખે,
ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી,
પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે,
પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહીં જેને,
દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે,
રામ નામ શું તાલી રે લાગી,
સકળ તીરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે,
કામ ક્રોધ નિવાર્યાં રે,
ભણે નરસૈંયો તેનું દરશન કરતાં,
કૂળ ઈકોતેર તાર્યાં રે.
-નરસિંહ મહેતા.

adbhut sarvada