રામજીની માળા ફેરવવી કઠણ છે
ફેરવવી કઠણ છે ને ખાંડા કેરી ધાર છે…..રામજીની માળા
માતા પિતા અને ત્રીજા ગુરુદેવ છે
ત્રણેની આગ્ન્યા માનવી કઠણ છે…..રામજીની માળા
સાસુ સસરા અને ત્રીજા પતિદેવ છે
ત્રણેની સેવા કરવી કઠણ છે…..રામજીની
દેરાણી જેઠાણી ને ત્રીજી પાડોશણ છે
ત્રણેની વચમાં રહેવું કઠણ છે…..રામજીની
પાવાગઢ ચોટીલો ને ત્રીજો ગિરનાર છે
ત્રણેનાં પગથિયા ચઢવા કઠણ છે….રામજીની
ગંગાજી જમનાજી ને ત્રીજી સરસ્વતી
ત્રણેમાં સ્નાન કરવા કઠણ છે….રામજીની
સોમનાથ મહાકાલ ને ત્રીજા કેદારનાથ છે
ત્રણેની જાત્રા કરવી કઠણ છે….રામજીની
Ramji’s Mala..ie Path to the Devotion to God is difficult…but NOT IMMOSSIBLE…Chandravadan
http://www.chandrapukar.wordpress.com