Archive for મે 23rd, 2011

મારું જીવન અંજલિ થાજો.

મે 23, 2011

જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન-દુખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો…મારું જીવન અંજલિ થાજો.

ઓ કરુણાના કરનારા

મે 23, 2011

ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી. મારાં પાપ ભર્યાં છે એવાં, હું ભૂલ્યો કરવી સેવા, મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી…ઓ કરુણાના કરનારા,

મુખડાની માયા લાગી રે

મે 23, 2011

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે,

માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,

મે 23, 2011

માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો, જગમાંથી જાણે પ્રભુતાએ પગ મૂક્યો…..કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,

ભોળી રે ભરવાડણ

મે 23, 2011

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી રે, ગિરિવરધારીને ઉપાડી, મટુકીમાં ઘાલી રે…ભોળી રે ભરવાડણ

એકલા જવાના મનવા

મે 23, 2011

એકલા જવાના મનવા, એકલા જવાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના…..એકલા જવાના મનવા

મારે મંદિરીયે આવો

મે 23, 2011

મારે મંદિરીયે આવો પ્રભુજી ધૂપદીપનાં મંજીરાને મૃદંગનો નહીં સાથ, તંબૂરાના તાર વિનાનું રણઝણતું દિલ આજ…મારે મંદિરીયે આવો

સંતાનને ભૂલશો નહીં

મે 23, 2011

ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં, અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં. સંતાનને ઘડવાની આજ્ઞા આપી તમને ઇશ્વરે, સંતાનના ઘડતરમાં ખામી કદી રાખશો નહીં.

મા-બાપને ભૂલશો નહીં

મે 23, 2011

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જળનાં કાળજાં પથ્થર બની છૂંદશો નહીં.

Follow

Get every new post delivered to your Inbox.