માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,
જગમાંથી જાણે પ્રભુતાએ પગ મૂક્યો…..કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,
મંદિર સરજાયું ને ઘંટારવ જાગ્યો,
નભનો ચંદરવો મા એ આંખ્યુંમાં આંજ્યો,
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો…કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,
માવડીની કોટમાં તારાનાં મોતી,
જનનીની આંખ્યુંમાં પૂનમની જ્યોતિ,
છડી પોકારી માની,મોરલો ટહુક્યો….કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,
નોરતાના રથના ઘૂઘરારે બોલ્યા,
