પિતા,અમે તુજ બાળકો

October 3, 2008

પિતા,અમે તુજ બાળકો, ચલાવ ઝાલી હાથઃ

કર જોડી સૌ માંગીએ, નિત તારો સંગાથ.

જગમાં સૌ સુખિયાં હજો, સાજાં રાખો સદાયઃ

ભલું થજો સહુ કોઇનું, દુઃખ હજો ન જરાય.

સુણીએ રુડું કાનથી, રૂડું નીરખો નેણ,

હાથે રૂડાં કામ હો, રૂડાં નીસરો વેણ.

અહો નાથ ! ઊભા

October 3, 2008

અહો નાથ ! ઊભા અમે હાથ જોડી,

કરો રંક સામે કૃપાદ્રષ્ટિ થોડી.

સદા તાપ ને પાપથી તો ઉગારો,

અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.

કૂડાં દુઃખ કાપી રૂડાં સુખ આપો,

અમારા શિરે નાથજી ! હાથ થાપો.

સુખે જાય આ આજનો દિન સારો,

અમે માંગીએ ઈશ ! ઓ પ્રેમ તારો.

 ખબરદાર

જીવન જ્યોત જગાવો

October 3, 2008

જીવન જ્યોત જગાવો,  પ્રભુ હે ! જીવન જ્યોત જગાવો.

ટ્ચૂકડીઆંગળઓમાં ઝાઝું જોર જમાવો,

નાનકડા પગને વેગે ભમતાં જગત બતાવો;

અમને રડવડતાં શીખવાડો !…..પ્રભુ હે ! Read more »

શંભુ ચરણે પડી

September 28, 2008

શંભુ ચરણે પડી માંગુ ઘાડી રે ઘડી કષ્ટ કાપો

દયા કરી દર્શન શિવજી દર્શન આપો Read more »

હાલ કાનુડા હાલ

September 28, 2008

હાલ કાનુડા હાલ તારા કામ પડ્યા છે

ગોપીઓના ઘરના તને તેડા થયા છે. Read more »

આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે

September 28, 2008

આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે

તવ મહામુદાનાં ધામ ત્યહીં

અમ અલ્પમુદાનાં ધામ-ઠામ મુકામ અહીં

તવ પરમ હર્ષનાં સાગર કેરી છોળ Read more »

GujaratiBloggers community invites You

September 28, 2008

Tarun Patel an educator from Vallabh Vidyanagar has launched GujaratiBloggers.com, a blogging community focused on the Bloggers from Gujarat. On GujaratiBloggers, Tarun posts the profiles of bloggers who are from Gujarat. Also he has started building a list of blogs maintained by Gujarati people.

2. When did you start your first blog?

Since the launch of this community Tarun has posted more than 40 Blogger profiles. My profile is also available on GujaratiBloggers, you can have a look: REPLACE THIS WITH YOUR GujaratiBloggers PROFILE ADDRESS (If you do not have a profile, please remove these lines).
With GujaratiBloggers community Tarun wants to build the biggest network of Bloggers from the land of Gandhi and Sardar.
“This community will give a common platform to the bloggers who have been trying to keep alive the Gujarati culture online”, says Tarun.
If you have a blog and want your profile to be featured on GujaratiBloggers community, send answers to the following questions at tarunpatel AT gujaratibloggers DOT com (replace “AT” with “@” and “DOT” with “.”).
1. Please write 5-8 lines about you, your education and your hobbies.

 

3. Why do you write blogs?

4. How does blogging benefits you?

5. Which is your most successful blog?
6. Which is your most favorite blog? Why?

7. Can Tarun share your email id so that people can write to you? Y / N

You can send your answers along with your photograph to Tarun at tarunpatel AT gujaratibloggers DOT com (replace “AT” with “@” and “DOT” with “.”).


Also you can submit your blog details to GujaratiBloggers.com by filling a form here:

http://spreadsheets.google.com/viewform?key=pj1Kko-Z4epOJBdCXs_u_eg
Looking forward to have you on GujaratiBloggers.com :)


*******************************************************

તું હ્રદયે વસનારી

September 23, 2008

તું હ્રદયે વસનારી

ઘટઘટ ભીતર નર્તનહારી….તું હ્રદયે વસનારી Read more »

રાધાનું નામ

September 23, 2008

રાધાનું નામ તમે વાંસળીના સૂરમાંથી

વહેતું ના મેલો રે ઘનશ્યામ Read more »

આજ્ ની ઘડી તે રળિયામણી

September 23, 2008

આજ ની ઘડી તે રળિયામણી

મારો વાલોજી આવ્યાની વધામણી હો જી રે…..આજ ની ઘડી Read more »