એક વાંસનો ટૂકડો

હો હો રે એક વાંસનો ટૂકડો

તેની ઘડાવી વ્હાલે મોરલી રે ગોકુળના કનૈયા

ક્યાય્રે ઘડાવીને ક્યાંરે મઢાવી

ક્યાં જઈને ઘુઘરી બંધાવી રે ગોકુળના કનૈયા

ગોકુળ ઘડાવી ને મથુરા મઢાવી

વ્રન્દાવનમાં ઘુઘરી બંધાવી રે ગોકુળના કનૈયા

માતા જશોદાના ખોળા રે ખુંદ્યા

નંદબાવે લાડ લડાવ્યા રે ગોકુળના કનૈયા

શ્રાવણ મહિનો સરવર વરસે

જમનાજી ભરપુર રે ગોકુળના ક્નૈયા

પગ અડાડી વ્હાલે ચરણામ્રત દીધા

જમનાજીએ મારગ દીધ રે ગોકુળના કનૈયા

બબ્બે માતા ને બબ્બે પિતા

તોયે વ્હાલો અજનમ કહેવાયા રે ગોકુળના કનૈયા

હો હો રે એક વાંસનો ટૂકડો

તેની ઘડાવી વ્હાલે મોરલી રે ગોકુળના કનૈયા

2 Comments »

  1. 1st time visiting your site…Nice posts….Congratulations ! & Welcome to Gujarati Webjagat ! I invite to visit my Blog CHANDRAPUKAR at>>
    http://www.chandrapukar.wordpress.com

  2. 2
    Ms Says:

    sundar kavitaa chhe vanchata vaanchata khovaai javanu mann thay tevi.


RSS Feed for this entry

Leave a reply to Dr. Chandravadan Mistry જવાબ રદ કરો