પ્રભો અંતરયામી

પ્રભો અંતરયામી જીવન જીવના દીન શરણા

પિતા,માતા,બંધુ અનુપમ સખા હિત કરણા.

પ્રભા,કીર્તિ, કાન્તિ ધન વિભવ સર્વસ્વ જનના

નમું છું વંદું છું વિમલમુખ સ્વામી જગતના

સહુ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું

મહાજ્યોતિ જેવું નયનશશીને સૂર્ય સરખું

દિશાની ગુફાઓ પૃથવી ઊંડુ આકાશ ભરતો

પ્રભો તે સૌથી યે પર પરમ તું દૂર ઉડતો

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે

તું સૃષ્ટિ ધારે છે, સૃજન પ્રલયે નાથ તું જ છે

અમારા ધર્મોનો અહરનિશ ગોપાલ તું જ છે

અપાપી-પાપીનું શિવસદન કલ્યાણ તું જ છે

પિતા છે એકાકી,જડ સકલને ચેતન તણો

ગુરુ છે મોટો છે જનકુલ તણો પૂજ્ય તું ઘણો

ત્રણે લોકે દેવા નથી તુજ સમો અન્ય ન થશે

વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે?

વસે બ્રહ્માંડોમાં અમ ઉર વિષે વાસ વસતો

તું આઘેમાં આઘે પણ સમીપમાં નિત્ય હસતો

નમું આત્મા ઢાળી નમન લળતી દેહ નમજો

નમું કોટિ વારે વળી પ્રભુ નમસ્કાર જ હજો

–કવિ નાનાલાલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: