મારા અંદરના અંતરમાં

મારા અંદરના અંતરમાં બિરાજેલા દેવ હે!

ધરવી શી મારે તમને અંજલિ જો

મારા રુદિયાનાં તારે તારે ગાનો ઝંકારતાં

ધરવી શી ગીતો કેરી અંજલિ જો

મારા નયનોની કીકીમાંના નૂર છો જો

ત્યારે શીદને અંધારે અમને અથડાવા દ્યો છો દેવ્?

ક્યારે અજવાળે અમને પ્રેરશો જો

મારા કર્ણોની શ્રુતિમાંના સૂર છો જો

ત્યારે શીદને કોલાહલમાંથી ઉગારી લ્યો ના દેવ?

ક્યારે નીરવમાં હંકારશો જો

મારા મુખની વાણીના રસરુપ છો જો

ત્યારે શીદને આ વૈખરીમાં વીખરાવા દ્યો છો દેવ?

ક્યારે અનાહત નાદે પ્રેરશો જો

મારા મનની નૌકાના તમે ધ્રુવ છો જો

ત્યારે શીદને ભમાવી મારી ભટકાવા દ્યો છો દેવ્?

ક્યારે ગહનમાં સંચારશો જો

આજે પાય્ર પડીને વીનવું પ્રેમથી જો

જાગો જાગો સુતેલા દેવ ગજવો જીવન ઘોર

 આ મંગલ ઘડીએ આવો મહાલતા જો

મારા અંદરના અંતરમાં બીરાજેલા દેવ હે

ધરવી શી મારે તમને અંજલિ જો

Advertisements

1 Comment »

  1. 1
    Suresh Jani Says:

    લેખક – જયંતિલાલ આચાર્ય, બાપુજીના ખાસ મીત્ર


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: