તું હ્રદયે વસનારી

તું હ્રદયે વસનારી

ઘટઘટ ભીતર નર્તનહારી….તું હ્રદયે વસનારી

તું અંતરનાં તાર પરસતી અંગુલિકો રઢિયાળી

તું તિમિરોનાં ધણ વાળી  લઈ કરત સદા રખવાળી…તું હ્રદયે વસનારી

તું માનસ અમ મુકુલિત કરતી ઉજ્જ્વળ કો દ્યુતિ અરુણા

તું જીવનનાં વ્રણ પર વરસત કોઈ અમીમય કરુણા…..તું હ્રદયે વસનારી

તું જીવન્ ની જન્મક્ષણોની ધાત્રી પ્રાણ પ્રદીપા

તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા…..તું હ્રદયે વસનારી

તું નયનો પર પડદા ઢાળી અન્ય નયન દેનારી

તું જગમાં જગ પાર અનંતે અમ સંગે ઘૂમનારી…..તું હ્રદયે વસનારી

તું આનંદ અનર્ગળ પ્રભુનો તું પ્રભુની પરશક્તિ

તું ઋતસત સૌ ધારણહારી તું અંતિમ અમ મુક્તિ….તું હ્રદયે વસનારી

તું અમ ચરણોની ગતિ તું અમ નેત્ર તણી ધ્રુવ તારા

તવ હ્રદયે અમ વાસ સદા હો હે હરિની રસધારા…..તું હ્રદયે વસનારી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: