પંખીડાને આ પીંજરું

પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે

બહુ યે સમજાવ્યું તો યે પંખી નવું પીંજરું માંગે…..પંખીડાને આ પીંજરું

ઉમટ્યો અજંપો તેને પંડના રે પ્રાણનો

અણધાર્યો કર્યો મનોરથ દૂરનાં પ્રયાણનો

અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી

બહુ યે સમજાવ્યું તો યે પંખી નવું પીંજરું માંગે…..પંખીડાને આ પીંજરું

સોને મઢેલ બાજઠિયોને સોને મઢેલ ઝૂલો

હીરે જડેલ વીંઝણો મોંઘો અણમોલો

પાગલ ના થઈએ ભેરુ કોઇના રંગ રાગે

બહુ યે સમજાવ્યું તો યે પંખી નવું પીંજરું માંગે

પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે

બહુ યે સમજાવ્યું તો યે પંખી નવું પીંજરું માંગે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: