આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે

આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે

તવ મહામુદાનાં ધામ ત્યહીં

અમ અલ્પમુદાનાં ધામ-ઠામ મુકામ અહીં

તવ પરમ હર્ષનાં સાગર કેરી છોળ

અમ ક્લેશ દુખનાં ઘોર અહીં વંટોળ

તું આવ લઈ તું આવ લઈ તું આવ લઈ

તવ ધસમસ નંદ પ્રચંડ તણા રસપૂર

તું આવ અહો તું આવ અહો ત આવ અહો…ઓ…..આનંદમયી….

ચૈતન્યમયી ચૈતન્યમયી ચૈતન્યમયી

તવ ઉર્ધ્વ ચિતીનાં ગગન ત્યહીં

અમ ચિતી ધરાનાં તમસ ઘોરમાં મગન અહીં

તવ પ્રખર તેજનાં દિશ દિશ ભરતાં નીર

અમ મન મનનાં આ પંક મલિન સહુ તીર

તું આવ લઈ તું આવ લઈ તું આવ લઈ

તવ છલછલ ચેતન તણા સભર ભંડાર

તું આવ અહો તું આવ અહો ત આવ અહો…ઓ…..આનંદમયી….

સત્યમયી સત્યમયી સત્યમયી

તવ સ્વર્ણ જ્યોતિની સૃષ્ટિ ત્યહીં

અમ તમસ છાયી લઘુ દ્રષ્ટિ અહીં

તવ પ્રખર તેજનાં ઝળહળતા રવિરાજ

અમ ટમટમ દીપક દીન તણા અહીં કાજ

તું આવ લઈ તું આવ લઈ તું આવ લઈ

તવ ઉજ્જ્વળ ઝળહળ ભર્ગ તણા અંબાર

તું આવ અહો તું આવ અહો ત આવ અહો…ઓ…..આનંદમયી….

પરમે પરમે પરમે

તવ સૃષ્ટિ પારનાં પવન ત્યહીં

અમ ભૂમિ જડિત સહુ ક્રમણ અહીં

તવ સૃષ્ટિ સર્વને ક્રમી જતા નિત નૂતનતમ સંચાર

અમ ડગમગ પડતાં કદમોનો આ શોક મોહ સંસાર

તું આવ લઈ તું આવ લઈ તું આવ લઈ

તવ દિવ્ય જગતનાં ભવ્ય મધુર ઝંકાર

તું આવ અહો તું આવ અહો ત આવ અહો…ઓ…..

આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે

–સુંદરમ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: