જીવન જ્યોત જગાવો

જીવન જ્યોત જગાવો,  પ્રભુ હે ! જીવન જ્યોત જગાવો.

ટ્ચૂકડીઆંગળઓમાં ઝાઝું જોર જમાવો,

નાનકડા પગને વેગે ભમતાં જગત બતાવો;

અમને રડવડતાં શીખવાડો !…..પ્રભુ હે !

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો;

વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો;

અમને ઝળહળતાં શીખવાડો !…..પ્રભુ હે !

ઉગતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર અનાવો,

જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો

અમને મઘમઘતાં શીખવાડો !….. પ્રભ હે !

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,

હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,

અમને ગરજતાં શીખવાડો !…..પ્રભુ હે !

અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,

સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,

અમને સ્થળ-સ્થળમાં વરસાવો ! પ્રભુ હે !

—સુન્દરમ્

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: