મારા રામ તમે

રામ રામ રામ …

દયાના સાગર થઇ ને, કૃપા રે નિધાન થઇ ને

છોને ભગવાન કહેવરાવો

પણ રામ તમે સીતાજીની તોલે ન આવો

સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે

ફૂલ ને ચંદનથી છો પૂજાઓ … મારા રામ તમે

કાચા રે કાન તમે ક્યાંના ભગવાન

તમે અગ્નિ પરીક્ષા કોની કીધી

તારો પડછાયો થઇ જઇ ને વગડો રે વેઠ્યો

એને લોકોની વાતે ત્યાગી દીધી

પતિ થઇને પત્નીને પારખતાં ન આવડી

 છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફુલાઓ … મારા રામ તમે

તમથીયે પહેલા અશોક વનમાં

સીતાજીએ રાવણને હરાવ્યો

 દૈત્યોના બીચમાં નિરાધાર નારી

તોયે દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો

મરેલાને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ

અમથો વિજયનો લૂટ્યો લ્હાવો … મારા રામ તમે.

– અવિનાશ વ્યાસ (સંગીત : અવિનાશ વ્યાસ, ફિલ્મ: મહેંદીનો રંગ)

Advertisements

3 Comments »

 1. જલારામ બાપા

  વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
  દાતા તમે આવ્યા જલા ના વેશ માં….

  માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
  વીરબાઇ સરીખી મળી અર્ધાગના. ભકિત તરબોળ દરશાણા
  સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..

  અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
  ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
  હાથમાં લાકડી માથે પાધડી, ઓલીયો લાગે છે કેવો ખેસં માં.

  લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
  ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઇશ ની કરતાં
  ગંગા ને યમૂના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…

  પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
  લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
  ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના
  પહેરવેશમાં

  રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત મૂર્તિ રૂપ મંડાણા
  હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
  સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઇ ભકતના વેશમાં..

  રામના નામની ધૂણી ધખાવી, ભુખ્યાને અન્નજળ આપતાં
  દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
  અવળાં ઉતપાત કોઇ અંતર ના આણતાં, બોલે ભલેને કોઇ દ્વેશ માં

  દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
  હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
  એક અધેલો ચડેના ચડાવો, કોઇપણ દાણ ના પ્રવેશ માં…

  દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
  સદા રહે મારે હ્ર્દયે રામજી, એવી મતી મારી રાખજો
  હરિગુણ ગાતાં ઉડે પંખેરૂ મારૂં, આવુ તારે દ્વારે શુદ્ધ વેશ માં

 2. ભક્ત બોડાણો
  ઢાળ:- કીડી બાઇ ની જાન જેવો

  ભક્ત ઉધારણ ભૂધરો રે, રાખે ભક્તો ની નેમ
  પણ બધએ એના પાળતો, રાખે બાળક ની જેમ
  ભોળા ભક્તો નો ભગવાના છે..

  ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક
  પૂનમે દ્વારીકા આવતો, નહિં કરતો મિનમેખ
  દર્શન કરવાની એને નેમ છે..

  ઘણા વખત ના વાણા વાયા, નહિં તોડેલી ટેક
  પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
  પહોંચી જરાની હવે પિડ છે..

  આવતી પૂનમે કેમ પહોંચાસે, લાગે છેલ્લિ છે ખેપ
  સાંભળો અરજ મારી શામળા, કરૂં વિનંતી હરિ એક
  તારે ભરોંસે મારી નાવ છે…

  કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય
  દેહ પડે જો તારે દેવળે, માન મારું રહી જાય
  દોરી તમારે હાથછે..

  દોડી દામોદર આવીયાં રે, જાલ્યો બોડાણા નો હાથ
  રહું સદા તારા સંગ માં, કદી છોડૂં નહિં સાથ
  ભક્ત થકી ભગવાન છે..

  ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ
  ગુગળી ગામમાં ગોતતા, ક્યાંછે દ્વારીકા નો નાથ
  નક્કિ બોડાણાનો હાથ છે…

  વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણાને વાત
  મૂકિદે મુજને વાવમાં, પછી આવેછે રાત
  તારો ને મારો સંગ છે..

  ગોતિ ગોતિ ને ગયા ગુગળી રે, નહિં મળીયા મહારાજ
  ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
  છોડ્યા સૌ રાજ ને પાટ છે..

  જાણી સૌ ગુગળી આવીયાં રે, આવ્યાં ડાકોર મોજાર
  આપો અમારો ભૂધરો, કીધાં આવી પોકાર
  બોડાણો દ્વારીકા નો ચોર છે..

  નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ
  કહ્યું કાનુડાનું મેં કર્યું, ગુનો મારો નહિં લેશ
  ખોટું તમારૂં આળ છે..

  જાણી બોડાણાને દૂબળો રે, રાખે ગુગળી વિચાર
  હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
  પ્રભુ ભજવાની જો હામ છે..

  કહે કાનુડો કાનમાં રે, રાખ વાળી સંગાથ
  તુલસી નું પાન પધરાવજે, નહિં નમે તારો નાથ
  તારી તે લાજ મારે હાથ છે..

  તુલે તુલ્લાની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય
  ગુગળી પડ્યા હરિ પાય માં, પ્રભુ છોડું નહિં તોય
  એક તમારો આધાર છે..

  એક પુજામાં આવું દ્વારીકા, એક ડાકોર મોઝાર
  આપ્યું વચન વનમાળીએ, ગૂણ ગાતો “કેદાર”
  ધન્ય બોડાણા તારી ટેક છે..

  કેદારસિંહ્જી મે.જાડેજા
  ગાંધીધામ-ક્ચ્છ.
  ૯૪૨૬૧૪૦૩૬૦

 3. પુ.મોરારી બાપુ ની કથામાં પહેલાં એક ધુન શાંભળવામળતી, જેના બોલ હતા.ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
  વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા…આ બે જ લાઇન શાંભળીને તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના બનાવી, જે નિચે મુજબ છે.

  ગોવિંદ ગાન

  ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે જા
  સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયેજા…

  માનુજ તન તુજકો દિયા, તેરા સભી જિમ્મા લિયા
  તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા…

  દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
  પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા…

  હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
  અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

  દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
  તો “કેદાર” કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા
  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  kedarsinhjim@gmail.com


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: