મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારુ મનડું છે ગોકુળ વનરાવન

મારા તનના આંગણિયામાં તુલસીનાં વન

મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી

મારી આંખો દીસે ગિરિધારી રે ધારી

 મારુ તન મન ગયું છે જેને વારી રે વારી

હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.

 હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા

 મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન

મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.

 હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું

 હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું

મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું

જીવન સફળ કર્યું … મારા ઘટમાં.

 મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો

મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો

મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો

હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે

વારે વારે માનવદેહ ફરી ન મળે

 ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે

 મને મોહન મળે … મારા ઘટમાં.

મારી અંત સમય કેરી સુણો રે અરજી

 લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે

કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે

મારો નાથ તેડાવે … મારા ઘટમાં.

Advertisements

4 Comments »

 1. I am REVISITNG your Blog again….Nice Bhakti Geet…Thanks for Posting !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  I had invited you to my Blog….Did you come ? If not, will visit now ? And, if you had visited will you REVISIT to read the Posts on HEALTH (4Posts on HOME ) & recent post of Suvicharo !

 2. I just posted my Comment…How can I notify you ? I do not have your Email & I can not find it on this Blog !
  Chandravadan Mistry

 3. 3
  kinnari Says:

  a bhjan hu roj cd plyer ma sabhlu chhu
  mane bahu j game chhe

 4. 4

  આપના બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે. મુલાકાત લેશો.http://rupen007.feedcluster.com/


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: