પગ મુને ધોવા દ્યો રઘુરાયજી

પગ મુને ધોવા દ્યો રઘુરાયજી. પ્રભુ મુને શક પડ્યો મનમાંય,

પગ મુને ધોવા દ્યો રઘુરાયજી.

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાયજી,

નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને.

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાયજી,

તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મને.

જોઈ ચતુરતા ભીલજનની, જાનકી મુસકાયજી,

અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય. પગ મને.

 આ જગતમાં દીનદયાળુ, ગરજ કેવી ગણાયજી,

ઊભા રાખી આપને પછી,પગ પખાળી જાય. પગ મને.

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાયજી,

પાર ઊતરી પૂછીયું, ‘તમે શું લેશો ઉતરાઈ.’ પગ મને.

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈજી.

 ‘કાગ’ લ્યે નહિ ખારવાની, ખારવો ઉતરાઈ. પગ મને.

– દુલા ભાયા ‘કાગ’

Advertisements

1 Comment »

 1. આવુંજ એક ભજન મેંપણ ઇશ્વર ઇચ્છા થી બનાવ્યૂ છે, જે અહિં રજુ કરૂંછું.

  કેવટ પ્રસંગ

  મેંતો જાણી લીધો ભેદ તમારો, સીતાના સ્વામી,પ્રેમે કહો પાવલાં પખાળો….

  ભવ સાગર ભર તારણ હારો, માંગે આજ આશરો અમારો
  નાવ માંગે હરિ પાર ઉતરવા, કેવટ મનમાં મુંઝારો…સીતાના સ્વામી…

  મર્મ તમારો જાણું હું ભગવંત, જાણું અવતાર તમારો
  પરથમ પહેલાં પાય પખાળું, પછી કરૂં પાર કિનારો….સીતાના સ્વામી..

  રાત વેળાએ કરતા લક્ષમણ, ન્રુપ સંગ વેદ ના વિચારો
  વેદ નો ભેદ મેં એકજ જાણ્યો, જાણ્યો ચરણ ચમકારો.. સીતાના સ્વામી…

  રજ તમારી પડી પથ્થર પર, પ્રગટ્યો ત્યાં દેહ દમકારો
  જો રજ પરસે નાવ અમારી, તુટે ગરીબ નો ગુજારો…સીતાના સ્વામી…

  શીદ ગંગાજળ શુધ્ધ ગણાતું, શીદ શુધ્ધ ગંગા કિનારો
  શીદને ભક્ત ગણ ભાગીરથી સેવે, જાણી લીધો વેદ વરતારો..સીતાના સ્વામી…

  ગંગા કિનારે જીવન વિતાવ્યું, -તેથી- આવ્યો સમય આજ સારો
  ભવ સાગરનો તારણ હારો, કહે મને પાર ઉતારો….સીતાના સ્વામી…

  આજ કિનારે બીજી ન નાવડી, અવર ઉતરવા ન આરો
  પગ પખાળી પછી પાર ઉતારૂં, માંગુ નહીં આપથી ઉતારો..સીતાના સ્વામી…

  જો તેં જાણી લીધું નીર ગંગાનું, જાણી લીધો વેદ વરતારો
  શીદ પખાળે પછી પાવલા મારાં, કરે નાહિં ગંગ થી ગુજારો..સીતાના સ્વામી…

  જળ ગંગાએ નીચ જન તાર્યા, કીધો અનેક નો ઉગારો
  અધમા અધમ હું અતિ અધમ નો, નહિં કરે નીર ઉધ્ધારો..સીતાના સ્વામી…

  પ્રેમ પિછાણી રઘુવિર રીઝીયા કહે, તું જીત્યો ને હું હાર્યો
  ચરણામ્રુત લઇ મેલ્યું મુખ માંહી, રોમે રોમ ઉજીયરો..સીતાના સ્વામી…

  પરભવ કેરો કચ્છ કેવટ રીઝાવી, તાર્યા કુટુંબ પરીવારો
  પાર ઉતરી પુછે પ્રભુજી હવે, આપું તને કેવા ઉપહારો..સીતાના સ્વામી…

  આજ પ્રભુજી મને શું શું ન મળિયું, અનહદ કર્યાછે ઉપકારો
  અવર ન આશ પણ એટલું માંગું, કરજો હવે એક’દિ ઉતારો…….સીતાના સ્વામી……

  આજ ગંગાજળ પાર મેં કરાવ્યાં, આવે અંત આયખો અમારો
  લખ ચોરાસીના લેખા ન લેજો, દેજો મને આશરો તમારો..સીતાના સ્વામી…

  દીન “કેદાર”નો દીન દયાળુ, ભક્ત કેરા ભાર હર નારો
  છળ કપટ છોડી રામ જે રીઝાવે, પામે એતો મોક્ષ નો કિનારો..સીતાના સ્વામી…


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: