કોક વાર થાય

કોક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે,

 કા’ન દોરી ખેંચીને તું ઝૂલાવે.

અમથી હું આંખ મીંચું, કાન રહું માંડી,

કે હાલરડું ગાવું તને ફાવે ?

સ્હેજ જરા અટકે જો ઝોલો,

તો ખોયાને બે હાથ ઝાલી થાઉં બેઠો,

થાકીને કોઇ વાર મેલી જો દોરી,

તને બેસવા ન દઉં લેશ હેઠો ;

 કંટાળી માર મને ધબ્બા ને કાલીકાલી

વાણીથી છો ને ફોસલાવે.

અમનેયે આવડે છે મરકલડાં આણતાં,

ને અમનેયે ભાવે છે ગોરસ,

અમને એ ઓરતા કંદબડાળ બેસીએ કે

મંદિરમાં બની જઇએ આરસ,

થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઇ

હળવે હળવે તું પાસ આવે.

– હરીન્દ્ર દવે .

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: