ભૂતળ ભક્તિ પદારથ


ભૂતળ ભક્તિ પદારથ મોટું,બ્રહ્મલોકમાં નાહીં રે;
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાસી માંહી રે….ભૂતળ ભક્તિ
હરિના જન તો મુક્તિ ન જાચે, જાચે જન્મોજનમ અવતાર રે;
નિત્ય સેવા,નિત્ય કીર્તન-ઓચ્છવ, નીરખવા નંદકુમાર રે…ભૂતળ ભક્તિ
ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે, ગોવિંદના ગુણ ગાયા રે;
ધન્ય ધન્ય એનાં માતપિતાને, સફળ કરી એણે કાયા રે….ભૂતળ ભક્તિ
ધન્ય વૄંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજનાં વાસી રે;
અષ્ટ મહાસિધ્ધિ આંગણીયે રે ઉભી, મુક્તિ થઇ રહી દાસી રે…ભૂતળ ભક્તિ
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુકજોગી રે;
કાંઇ એક જાણે વ્રજની વનિતા, ભણે નરસૈંયોભોગી રે….ભૂતળ ભક્તિ
–નરસિંહ મહેતા

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: