ગીતા-ધ્યાનમંત્રો

છોડીને સઘળા ધર્મો, તારું જ શરણું  ધર્યું;
તું જ સકળ પાપોથી છોડાવ મુજને, પ્રભુ !(૧)
વસીને સર્વ ભૂતોનાં હ્રદયે, પરમેશ્વર !
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યા. (૨)
તારે જ શરણે આવું સર્વભાવથી, કેશવ !
તારા અનુગ્રહે લૈશ શાંતિ ને શાશ્વત પદ. (૩)
અનન્ય ચિત્તથી જેઓ કરે તારી ઉપાસના,
તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવતો. (૪)
પત્રં,પુષ્પં,ફલં,તોયં જે આપે ભક્તિથી તને,
ભક્તિએ તે અપાયેલું, આરોગે યત્નવાનનું. (૫)
જે કરું, ભોગવું વા જે, જે હોમું, દાન જે કરું;
આચરું તપને વા જે, કરું અર્પણ તે તને. (૬)
સમ તું સર્વભૂતોમાં, વા’લા-વેરી તને નથી,
પણ જે ભક્તિથી સેવે, તેમાં તું, તુજમાંહી તે. (૭)
મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે તને,
શીઘ્ર થાય તે ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને.(૮)
સ્ત્રીઓ, વૈશ્યો, તથા શૂદ્રો, જીવો પાપીય યોનિના,
જે તારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. (૯)
વીત-રાગ-ભય-ક્રોધ, તને આશ્રિત, તું-મય,
જ્ઞાન-તપે થઇ શુધ્ધ, પામ્યા તદભાવને ઘણા. (૧૦)
અજન્મા, અવ્યયાત્મા ને ભૂતોનો ઇશ્વરે છતાં,
ઊપજે આત્મમાયાથી તારી પ્રકૃતિ પેં ચડી. (૧૧)
પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ તારી અધ્યક્ષતા વડે;
તેના કારણથી થાય જગનાં પરિવર્તનો. (૧૨)
અવ્યક્ત રૂપ તું-થી જ ફેલાયું સર્વ આ જગત,
તું-માં રહ્યાં બધાં ભૂતો, તું તેમાંહી રહ્યો નથી. (૧૩)
નથીયે કો તું-માં ભૂતો, શો તારો યોગ ઇશ્વરી,
ભૂતાધાર, ન ભૂતોમાં ભૂત-સર્જક-રૂપ તું. (૧૪)
સર્વગામી મહાવાયુ, નિત્ય આકાશમાં રહે,
તેમ સૌ ભૂત તારામાં રહ્યાં છે એમ જાણું હું. (૧૫)
તું જ આત્મા, ૠષિકેશ, ભૂતોનાં હ્રદયો વિષે,
આદિ, મધ્ય તથા અંત તું જ છું ભૂતમાત્રનાં. (૧૬)
બીજ જે સર્વ ભૂતોનું જાણું હું તે ય તું જ છું,
તું વિનાનું નથી લોકે કોઇ ભૂત ચરાચર (૧૭)

જે કોઇ સત્વમાં કાંઇ લક્ષ્મી, વીર્ય, વિભૂતિ વા,
જાણું તે સઘળું તારા તેજના અંશથી થયું.(૧૮)
ભગવન, લાભ શો મારે જાણી વિસ્તારથી ઘણા,
એક જ અંશથી તારા આખું વિશ્વ ધરી રહ્યો.(૧૯)
બીજું કોઇ નથી તત્વ તારાથી પર જે ગણું,
તું-માં આ સૌ પરોવાયું, દોરામાં મણકા સમું.(૨૦)

ભૂતેશ, ભૂતકર્તા હે, દેવદેવ, જગત્પતે,
યોગેશ્વર, નમી માંગું અખંડ તુજ યોગને.(૨૧)
તું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ,
જ્ઞેય, પવિત્ર, ઓમકાર, ૠગ, યજુર, સામવેદ તું.(૨૨)
પ્રભુ, ભર્તા, સુહ્રુદ, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ,
ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય.(૨૩)
સાક્ષીમાત્ર,,અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર,
કહેવાય પરમાત્માયે, દેહે પુરુષ તું પરં.(૨૪)
અવ્યયી પરમાત્મા તું, વિના-આદિ, વિના-ગુણો,
તેથી દેહે રહે તોયે, તું અકર્તા, અલિપ્ત રહે.(૨૫)
સૂક્ષ્મતા કારણે વ્યોમ, સર્વવ્યાપી  અલિપ્ત રહે,
આત્મા તું તેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત રહે.(૨૬)
કાંજે તું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ,
તેથી તું લોક ને વેદે વર્ણાય પુરુષોત્તમ.(૨૭)
તમે પરં અક્ષર, જ્ઞેય તત્વ,
તમે મહા આશ્રય વિશ્વનું આ;
અનાશ છો, શાશ્વત  ધર્મપાળ,
જાણું તમે સત્ય અનાદિ દેવ.(૨૮)
પુરાણ છો, પુરુષ, આદિદેવ,
તમે જ આ વિશ્વનું અંત્યધામ;
જ્ઞાતા તમે; જ્ઞેય, પરં પદે છો,
તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ.(૨૯)
જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું,
તું જ તે સર્વ, દેવેશ, પરંબ્રહ્મ સનાતન.(૩૦)

નિવાસ સૌના હ્રદયે કરે તું,
તું-થી સ્મૃતિ,જ્ઞાન, તથા વિવેક;
વેદો બધાનું તું જ એક વેદ્ય
વેદાન્તકર્તા તું જ વેદવેત્તા.(૩૧)
જેને કહે “અક્ષર”વેદવેતા,
જેમાં વિરાગી યતિઓ પ્રવેશે;
જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય,
ઓમકાર શબ્દે પદ વર્ણવે જે(૩૨)


સૂર્ય જેને પ્રકાશે ના, ના ચંદ્ર,અગ્નિયે નહીં;
જ્યાં પોં’ચી ન ફરે પાછા, તારું તે ધામ ઉત્તમ.(૩૩)
પરમબ્રહ્મ,પરમધામ, છો પવિત્ર તમે પરંમ;
આત્મા,શાશ્વત ને દિવ્ય, અજન્મા,આદિ ને વિભુ(૩૪)
તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો,પ્રભુ;
તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ(૩૫)
અવજાણે તને મૂઢો માનવી દેહને વિષે;
ન જાણતા પરમભાવ તારો ભૂત મહેશ્વરી.(૩૬)
તારાં જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્વથી;
જાણે તે ન ફરી જન્મે, મર્યે પામે તને જ તે(૩૭)
મહાત્માઓ તને જાણી ભૂતોનો આદિ અવ્યય;
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા.(૩૮)
કીર્તિ તારી સદા ગાતા, યત્નવાન, વ્રતે દ્રઢ;
ભક્તિથી તુજને વંદી ઉપાસે નિત્યયોગથી.(૩૯)
જ્ઞાનયજ્ઞેય કો ભક્તો, સર્વવ્યાપી તને ભજે;
એકભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા.(૪૦)
સતત એક ચિત્તે જે સદા સંભારતો તને;
તે નિત્યયુક્ત યોગીને સે’જે તું પ્રાપ્ત થાય છે.(૪૧)
તને પોં,ચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિદ્ધિને;
વિનાશી,દુઃખનું ધામ, પુનર્જન્મ ધરે નહીં.(૪૨)
રહેલો આત્મભાવે તું,તેજસ્વી જ્ઞાનદીપથી;
કરુણા ભાવથી મારા અજ્ઞાન તમને હણ.(૪૩)
મને અખંડ યોગીને ભજતાં પ્રીતિથી તને;
આપ તે બુદ્ધિનો યોગ,જેથી આવી નળું તને.(૪૪)
મન-ભક્તિ તને અર્પું, તને પૂજું, તને નમું;
નિશ્ચે તને જ પાંમીશ, તું પરાયણ,ઇશ્વર(૪૫)

સૌજન્ય-કિશોરલાલ મશરૂવાલા
“ગીતાધ્વનિ”માંથી સાભાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: