સંતાનને ભૂલશો નહીં

ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં,
અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં.
સંતાનને ઘડવાની આજ્ઞા આપી તમને ઇશ્વરે,
સંતાનના ઘડતરમાં ખામી કદી રાખશો નહીં.
અવગુણ તમારી જિંદગીમાં કેટલાયે હો ભલે,
સંતાન આગળ અવગુણોને પ્રગટ કદી કરશો નહીં.
હો ભલે શિક્ષિત,અશિક્ષિત, અલ્પ શિક્ષિત પણ તમે,
સંતાનનાં શિક્ષણ મહીં પાછા કદી પડશો નહીં.
સ્વજની હો કે ગ્રૂહિણી હો, ને પરસ્પર પ્રેમે પણ,
સંતાન આગળ ચેનચાળા, પ્રેમનાં કરશો નહીં.
સંસ્કાર સારા જિંદગીમાં હોય સચવાયેલ તો,
સંતાનમાં એ સિંચવાનું કદી વિસરશો નહીં.
જે આપશો તે પામશો, જેવા હશો તેવા થશે,
જેવા ઘડો તેવા ઘડાશે, એ વાત વિસરશો નહીં.
ગુણમાં તમારાથી સવાયા નામ એ તમ રાખશે,
હડપણ મહીં થાશે સહારો, એ વાત વીસરશો નહીં.
સંતાનનું સુખ સૌથી મોટું, દુઃખ પણ સંતાનથી,
શાંતિ માટે જીવનમાં સંતાનને ભૂલશો નહીં…

Advertisements

1 Comment »

 1. ઢાળ:- માં બાપ ને ભૂલશો નહિ – જેવો
  માં બાપની સેવા કરો

  સેવા કરો માં બાપ ની,-તો- સંતાન સુખ સૌ આપશે,
  અનાદર કર્યો હશે એમનો, આદર તને કોણ આપશે…

  ભૂખ્યા પિતા છે પ્રેમના, માતા ઝંખે નિજ બાળ ને
  સન્માન નો એક શબ્દ બસ, એને અતિ સુખ આપશે..

  કરતાં અહર્નિશ પ્રાર્થના, આપો બધું સુખ બાળને
  નિજ કાજ ના કદિ’ માંગતાં, એ ઉપાસના તને તારશે…

  ભટક્યો અગર તુજ કર્મ થી, કે અવર અવગણના કરી
  અંતર બળ્યું જો એમનું, તુજ વેદના કોણ ઠારશે…

  “કેદાર” એક જ પ્રાર્થના, આપો મતી શુભ સર્વ ને
  જેણે બતાવ્યું જગત છે, એ જ્ઞાન ને ના વિસારશે..
  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ, કચ્છ.
  kedarsinhjim@gmail.com
  kedarsinhjim.blogspot.com


RSS Feed for this entry

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: