Archive for the ‘ભજનો’ Category

રમકડું માટીનું..

ઓગસ્ટ 10, 2012

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવું સુંદર મગજ બનાવ્યું,

 મગજની અંદર વિચારો મૂકાવ્યા,

એક દિન જાવું હરિનાં ધામ…રમકડું માટીનું.

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવી સુંદર આંખો બનાવી,

આંખની અંદર કીકી મૂકાવી,

દર્શન કરોને દિન-રાત…રમકડું માટીનું…

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવા સુંદર કાન બનાવ્યા

કાનાની અંદર પડદા મૂકાવ્યા,

કથા  સાંભળો  દિન-રાત….રમકડું માટીનું..

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવું સુંદર મુખ બનાવ્યું,

મુખની અંદર જીભ મૂકાવી,

ભજન કરોને દિન-રાત…રમકડું માટીનું…

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવા સુંદર હાથ બનાવ્યા,

હાથની અંદર આંગળીઓ મૂકાવી,

માળા કરોને દિન-રાત, રમકડું માટીનું..

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવા સુંદર પગ બનાવ્યા,

ની ઉપર પંજા બનાવ્યા,

મંદિર જાઓને સવાર-સાંજ…રમકડું માટીનું.

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

કેવું સુંદર હ્રદય બનાવ્યું,

હ્રદયની અંદર લોહી ભરાવ્યું,

લોહી ફરે શરીરમા ચોમેર…રમકડું માટીનું.

કેવું સરસ બનાવ્યું ભગવાન, રમકડું માટીનું

Advertisements

ગોવિંદ ગાન

જૂન 24, 2012

પૂજ્ય મોરારી બાપુ નીચેની ધૂન ઘણીવાર ગવડાવતા જે મને ખૂબ જ પસંદ છે

ગોવિંદ કે ગુન ગાયે જા ઔર પંથ તેરા બઢાયે જા
વો ખૂદ હી મિલને આયેગા, તું બંદગી કો નિભાયે જા…

આ બે જ લાઇન શાંભળીને તેને પુર્ણ કરવાની ઇચ્છા થતી, તેથી એજ ઢાળમાં મે મારી રીતે એક રચના બનાવી, જે નીચે મુજબ છે.

ગોવિંદ ગાન

ગોવિંદ કે ગુન ગાયે જા,માલા મોહન કી ફિરાયે  જા
સંસાર સે મૂખ મોડલે, ઔર હરિ શરન મેં લગાયે જા…

માનુજ તન તુજકો  દિયા, તેરા સભી જિમ્મા લિયા
તુજે મોક્ષ કા મૌકા દિયા, તું અમર પદ કો પાયે જા…

દિ હે તુજે શુભ જિંદગી, કરને પ્રભુ કિ બંદગી
પી લે હરિ રસ પ્યારસે, ઔરોં કો ભી તું પિલાયે જા…

હરદમ હરિ કા જાપ કર, માયાકો મનસે ત્યાગ કર
અપના સફ઼્અલ અવતાર કર, જીવન મરન કો મિટાયે જા..

દીન કે તું દીનેશ હે, ઔર સુર કે તું સુરેશ હે
તો “કેદાર” કૈસે દૂર હે, અપને શરન મેં બિઠાયે જા
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.

 

જાનાર તો જાતા રહ્યા

ઓગસ્ટ 1, 2011

જાનાર તો જાતા રહ્યા, સદગુણ એનાં સાંભરે,
લાકો લુંટાવો તોય એ મરનાર પાછા ના મળે…જાનાર તો
વૈભવ મળે, કીર્તિ મળે,લક્ષ્મી ગયેલી સાંપડે,
એ સૌ મળે આ જગતમાં, મરનાર પાછા ના મળે…જાનાર તો
મરનાર અગ્નિમાં બળે, જોનાર અગ્નિવીણ જલે,
રોયા કર્યેથી શું વળે, મરનાર પાછા ના મળે…જાનાર તો
વૈદ્યો, હકીમો, ડોક્ટરો,વિજ્ઞાનીઓ મોટા મળે,
ક્ષણ એક જીવન ના મળે,મરનાર પાછા ના મળે…જાનાર તો
રોનાર કોઇ રોશો ન બાપુ, નિયમ છે કુદરત તણો,
જોનાર સૌ જોતા રહે, મરનાર પાછા ના મળે….જાનાર તો

ભીતરનો ભેરૂ મારો…

ઓગસ્ટ 1, 2011

ભીતરનો  ભેરૂ મારો, આતમો ખોવાણો રે
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાણો રે
હે…વાટે વિસામો લેતો જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ
એના રે વિના મારી કાયા છે પાંગળી ને,
નજર્યું છતાંયે મારી આંખું છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો ખોવાણો રે
હે…સરવરમાં તરતો કોઇએ જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ
તનડું રૂંધાયું મારું, મનડું રૂંધાયું ને,
તારા તૂટ્યાને અધવચ ભજન નંદવાયું રે,
કપરી આંધીમાં મારે દીવડો ઝડપાયો રે,
હે….આછો સળગતો કોઇએ જોયો હોય તો કહેજો…ભીતરનો ભેરૂ

મુખડાની માયા લાગી રે

મે 23, 2011

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા,
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું,
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા…મુખડાની માયા લાગી રે, Read the rest of this entry »

માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,

મે 23, 2011

માડી તારું કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો,
જગમાંથી જાણે પ્રભુતાએ પગ મૂક્યો…..કંકુ ખર્યું ને સૂર જ ઉગ્યો, Read the rest of this entry »

ભોળી રે ભરવાડણ

મે 23, 2011


ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી રે,
ગિરિવરધારીને ઉપાડી, મટુકીમાં ઘાલી રે…ભોળી રે ભરવાડણ Read the rest of this entry »

એકલા જવાના મનવા

મે 23, 2011

એકલા જવાના મનવા, એકલા જવાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના…..એકલા જવાના મનવા Read the rest of this entry »

મારે મંદિરીયે આવો

મે 23, 2011

મારે મંદિરીયે આવો પ્રભુજી
ધૂપદીપનાં મંજીરાને મૃદંગનો નહીં સાથ,
તંબૂરાના તાર વિનાનું રણઝણતું દિલ આજ…મારે મંદિરીયે આવો Read the rest of this entry »

સંતાનને ભૂલશો નહીં

મે 23, 2011

ભૂલો ભલે બીજું બધું, સંતાનને ભૂલશો નહીં,
અગણિત છે ફરજો તમારી એને વિસરશો નહીં.
સંતાનને ઘડવાની આજ્ઞા આપી તમને ઇશ્વરે,
સંતાનના ઘડતરમાં ખામી કદી રાખશો નહીં. Read the rest of this entry »